દાન હોય તો આવુંઃ ભગવાન તિરુપતિનાં ચરણે ધરી દીધી જીવનભરની જમાપૂંજી

05 February, 2025 01:21 PM IST  |  Amaravati | Gujarati Mid-day Correspondent

સી. મોહનાએ  ડેવલપમેન્ટ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સ સાથે તથા કોસોવો, આલ્બેનિયા, યમન, સાઉદી અરબ અને ભારતમાં વિવિધ પદ પર કામ કર્યું છે

૭૦ વર્ષની મહિલા સી. મોહનાએ પોતાની ૩૫ વર્ષમાં કરેલી બચતની એક-એક પાઈ દાનમાં આપી

આંધ્ર પ્રદેશના રેનિગુંટામાં રહેતી ૭૦ વર્ષની મહિલા સી. મોહનાએ પોતાની ૩૫ વર્ષમાં કરેલી બચતની એક-એક પાઈ દાનમાં આપી દીધી છે. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના શ્રી વેન્કટેશ્વર સર્વ શ્રેયસ (એસ. વી. બાલામંદિર) ટ્રસ્ટને ૫૦ લાખ રૂપિયાનું દાન અનાથ અને ગરીબ બાળકોના એજ્યુકેશન માટે એક ડિમાન્ડ ડ્રાફ્ટ આપીને તેમણે કર્યું છે. સી. મોહનાએ  ડેવલપમેન્ટ ઍન્ડ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સ સાથે તથા કોસોવો, આલ્બેનિયા, યમન, સાઉદી અરબ અને ભારતમાં વિવિધ પદ પર કામ કર્યું છે અને એ કાર્યકાળ દરમ્યાન કરેલી બધી બચત તેમણે દાનમાં આપી દીધી છે.

andhra pradesh national news news offbeat news tirupati