નવ વર્ષનો જિનીયસ બારમા ધોરણના સ્ટુડન્ટ્સને મૅથ્સ ભણાવે છે

24 March, 2025 06:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે દીકરાની પ્રતિભા સમજી લીધી છે. હવે તે બાકાયદા બારમા ધોરણના વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે.

નવ વર્ષનો કૃતિન નામનો છોકરો ગણિતમાં એટલો પાવરધો છે

પ્રતિભા હોય તો એ નિખરી આવે જ. નવ વર્ષનો કૃતિન નામનો છોકરો ગણિતમાં એટલો પાવરધો છે કે પોતાના ધોરણના જ નહીં, કૉલેજના સ્તરના મૅથ્સના દાખલા ચુટકી બજાવતાં હલ કરી દે છે. ગણિત માટે અનેક લોકોને ડર હોય છે, પણ કૃતિનનું મિશન છે કે ગણિતને એવું હળવું ફૂલ બનાવી દેવું કે લોકોનો ડર ગાયબ થઈ જાય. કૃતિન માટે કદાચ ગણિત ગૉડ ગિફ્ટ છે એટલે તે પોતાની વય કરતાં અનેકગણી મોટી કક્ષાના ગણિતના દાખલા જાતે જ સૉલ્વ કરી લે છે. તેનો ગણિત ભણાવવાનો અંદાજ પણ દિલચસ્પ છે. એને કારણે તેની પાસે ગણિત શીખતા લોકોને કંટાળો નહીં પણ મજા આવે છે.

શરૂઆતમાં તેના પેરન્ટ્સને નવાઈ લાગતી હતી કે દીકરાને ગણિતમાં આટલું કેવી રીતે આવડે છે? પણ હવે તેમણે દીકરાની પ્રતિભા સમજી લીધી છે. હવે તે બાકાયદા બારમા ધોરણના વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે.

Education national news news social media viral videos offbeat news