બસ-સ્ટૅન્ડના વિકાસ માટે અનોખો પ્રોટેસ્ટ

26 July, 2024 01:11 PM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

એક વ્યક્તિ બળદ અને હળ લઈને આવ્યો અને બસ-સ્ટૅન્ડને ખેડવા માંડ્યો હતો

વિરોધ

કર્ણાટકના ચિકમગલુર બસ-ડેપોના વિકાસ માટે એક વ્યક્તિએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના ચિકમગલુર બસ-સ્ટૅન્ડનો છેલ્લાં ઘણાં વર્ષોથી વિકાસ નથી થઈ રહ્યો તેમ જ બસ-સ્ટૅન્ડ પર પાણીનાં ખાબોચિયાં હંમેશાં ભરાયેલાં રહે છે એથી બાળકોને સ્કૂલ જવા અને અન્ય લોકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. એથી એક વ્યક્તિ બળદ અને હળ લઈને આવ્યો અને બસ-સ્ટૅન્ડને ખેડવા માંડ્યો હતો. વિરોધ નોંધાવવાનો અને વિકાસની ડિમાન્ડ કરવાનો આ તેનો થોડો અલગ રસ્તો હતો.

offbeat news karnataka national news india