૧૧ વર્ષના બાળકનું પેટ ફૂલી ગયું, એક્સ-રે કાઢતાં અંદર સોનાનું બિસ્કિટ ફસાયેલું મળ્યું

20 April, 2025 07:11 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

નિદાન માટે એક્સ-રે કાઢવામાં આવ્યો તો ખબર પડી કે તેના પેટમાં ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ છે. એ પછી દીકરાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં તે રમત-રમતમાં સોનાનું બિસ્કિટ ગળી ગયેલો જે હજી તેના પેટમાંથી નીકળ્યું નથી

એક્સ-રે

ચીનના સુઝોઉ શહેરમાં કીઆન અટક ધરાવતા ૧૧ વર્ષના છોકરાને પેટમાં ખૂબ દુખાવો ઊપડ્યો હતો. તેનું પેટ ફૂલી ગયું હતું. તરત જ તેના પેરન્ટ્સ દીકરાને લઈને ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ડૉક્ટરોને પહેલાં તો પેટ ફૂલવાનું કારણ સમજાયું નહીં. નિદાન માટે એક્સ-રે કાઢવામાં આવ્યો તો ખબર પડી કે તેના પેટમાં ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ છે. એ પછી દીકરાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં તે રમત-રમતમાં સોનાનું બિસ્કિટ ગળી ગયેલો જે હજી તેના પેટમાંથી નીકળ્યું નથી.

શરૂઆતમાં તો ડૉક્ટરોએ વિચાર્યું કે રેચક દવાઓ આપીને જુલાબ કરાવીને જ સોનાનું બિસ્કિટ પેટમાંથી નીકળે એની રાહ જોઈએ. બે દિવસ હેવી રેચક દવાઓ આપી હોવા છતાં ગોલ્ડ બાર નીકળ્યો નહીં એટલે ફરી એક્સ-રે કઢાવ્યો. ગોલ્ડ બાર પહેલાં જે જગ્યાએ હતો ત્યાં જ ફસાઈ ગયો હોવાથી સર્જરી સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. બે સર્જ્યનોએ અડધો કલાકની સર્જરી કરીને ગોલ્ડ બાર કાઢી લીધો અને હવે છોકરો નૉર્મલ છે.

china health tips international news news world news social media offbeat news