કોરોના વૅક્સિનથી બચવા માટે નકલી હાથ

27 October, 2021 10:31 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં વેચવા મુકાયેલા આ પ્રોસ્થેટિક હાથની કિંમત ૧૫૦૦ ડૉલર (આશરે ૧,૧૨,૦૦૦ રૂપિયા) રાખવામાં આવી હતી

નકલી હાથ

કોરોનાની વૅક્સિન વિશે ખોટી માહિતી અને ભય ફેલાવવા સામે વિશ્વની સરકારો દ્વારા અનેક પ્રયાસ કર્યા છતાં રસીકરણના વિરોધીઓ જાતભાતના નુસખા અપનાવી રહ્યા છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં એક નુસખાબાજે રસીના વિરોધીઓ માટે ઑનલાઇન માધ્યમોમાં નકલી હાથ વેચવા મૂક્યો હતો, જેના પર ડોઝ લઈને રસીથી બચી શકાય છે.

સોશ્યલ મીડિયામાં વેચવા મુકાયેલા આ પ્રોસ્થેટિક હાથની કિંમત ૧૫૦૦ ડૉલર (આશરે ૧,૧૨,૦૦૦ રૂપિયા) રાખવામાં આવી હતી અને તે ડાબો-જમણો બન્ને પ્રકાર અને ત્વચાના અનેક રંગોમાં ઉપલબ્ધ હતો. અન્ય પ્લૅટફૉર્મ્સ પર પણ આ પ્રોડક્ટ ઝડપથી વાઇરલ થવા લાગી. એમાં સૂચના આપી હતી કે ‘તમે જાડાં કપડાં પહેરીને પોતાનો સાચો ડાબો કે જમણો ગમે તે એક હાથ અંદર છુપાવી શકો છો અને એના સ્થાને આ પ્રોસ્થેટિક હાથ લગાવીને રસીનો ડોઝ લેવા જઈ શકો છે. આ નુસખાબાજીથી રસી લઈને પણ રસીથી બચી શકો છો.’

જોકે નેટિઝન્સ દ્વારા આ પ્રોડક્ટને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી અને તબીબોએ તો ત્યાં સુધી લખ્યું કે રસી આપનાર આરોગ્ય કર્મચારી પ્રોસ્થેટિક હાથ પારખી ન શકે એવું બને જ નહીં.

offbeat news international news australia coronavirus covid19