અયોધ્યામાં કઈ રીતે પહોંચ્યું આ ઑસ્ટ્રેલિયન પંખી?

20 April, 2026 02:55 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

વનવિભાગનું માનવું છે કે કદાચ આસપાસમાં કોઈકે આ પંખી પાળ્યાં હશે અને ત્યાંથી છટકીને એ અહીં આવી પહોંચ્યાં હશે

આ પંખી મૂળ ઑસ્ટ્રેલિયાનું છે અને શાહમૃગની પ્રજાતિનું હોય છે

અયોધ્યાના ઐતિહાસિક બહૂ બેગમ મકબરાના પરિસરમાં અચાનક આવી પડેલા એક પંખીને જોઈને સૌ અચરજમાં છે. આ મહેમાન કોઈ આમ પંખી નથી, પરંતુ ઑસ્ટ્રેલિયાનું દુર્લભ પંખી ઇમુ છે. ઇમુ પંખી વજનમાં ખૂબ ભારે હોય છે એટલે એ ઊડી શકતું નથી. એવામાં સવાલ એ છે કે આ પંખીઓ ક્યાંથી અયોધ્યા પહોંચ્યાં? વનવિભાગના કહેવા અનુસાર બહૂ બેગમ મકબરા પાસે ઇમુ પંખીની એક જોડી છે. આ પંખી મૂળ ઑસ્ટ્રેલિયાનું છે અને શાહમૃગની પ્રજાતિનું હોય છે. આ પંખી દોડવામાં ખૂબ જ ઝડપી હોય છે અને કલાકના ૫૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

વનવિભાગનું માનવું છે કે કદાચ આસપાસમાં કોઈકે આ પંખી પાળ્યાં હશે અને ત્યાંથી છટકીને એ અહીં આવી પહોંચ્યાં હશે. આ વિદેશી પંખી છે એટલે એના પર એક્ઝૉટિક પ્રાણીઓ માટેના નિયમો લાગુ પડે છે. 

offbeat news viral videos national news news