22 November, 2025 03:53 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
નાચગાન સાથે રંગેચંગે લગ્ન થયાં અને પછી વિદાય વેળાએ કન્યા અચાનક ગાયબ થઈ ગઈ
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સુનીલ નામના દુલ્હાનાં લગ્ન પલ્લવી સાથે નક્કી થયાં હતાં. મંગળવારે રંગેચંગે જાન આવી, લોકો જમ્યા, રાતે લગ્ન થયાં અને પછી બધા ખૂબ નાચ્યા પણ ખરા. જોકે બુધવારે સવારે જેવી વિદાઈની તૈયારી થઈ ત્યારે કન્યાપક્ષ ચિંતામાં પડી ગયો. દીકરી રૂમમાંથી ગાયબ થઈ ગઈ હતી. આસપાસનાં સગાં અને સહેલીઓને ત્યાં તેની શોધ ચલાવવામાં આવી, પણ પલ્લવી ક્યાંય મળી નહીં. જ્યારે સાંજ સુધી પલ્લવીનો પત્તો ન લાગ્યો ત્યારે પાકું થઈ ગયું કે કન્યા ભાગી ગઈ છે. સુનીલ અને તેના પિતાએ બારાબંકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવી. આ લગ્ન માટે સુનીલે પોતાના બાપદાદાની ત્રણ વીઘા જમીન ગિરવી મૂકીને બધો ખર્ચ કર્યો હતો. પૈસા પણ ગયા અને ગામમાં ફજેતી થઈ એ લટકામાં.