બૅન્ગલોરનો આ શાકભાજીવાળો AI માટે ડેટા વેચીને કમાય છે કલાકના ૩૫૦ રૂપિયા

23 May, 2026 12:31 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

વિચારો કે જો આ વ્યક્તિ દિવસમાં ૧૦ કલાક માટે AI ડેટા-કલેક્શનનું કામ કરે તો તેને એક દિવસમાં ૩૫૦૦ રૂપિયા અને મહિનામાં લાખ રૂપિયા તો એમ જ મળી જાય

આ ભાઈ માટે માથે પહેરેલું ડિવાઇસ એ કોઈ રમત કે શોખ નથી પણ કમાણીનું માધ્યમ છે

‍ટેક્નૉલૉજીના હબ ગણાતા ભારતના બૅન્ગલોર શહેરના શાકભાજીવાળા પણ હાઈ-ટેક થઈ ગયા છે. અહીંનો એક શાકભાજીવાળો માથા પર અજીબ ડિવાઇસ બાંધીને કામ કરતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. કોઈકને પહેલી નજરે લાગે કે આ ભાઈ કોઈની જાસૂસી કરી રહ્યા છે કે શું? પણ આ શાકભાજીવાળાની દૂરંદેશી છે. આ વિડિયો બનાવનાર વૈભવ નામનો છોકરો શાકભાજીવાળાને પૂછે છે કે આ શું છે? ત્યારે તેને જે જવાબ મળ્યો એ ચોંકાવનારો છે. આ ભાઈ માટે માથે પહેરેલું ડિવાઇસ એ કોઈ રમત કે શોખ નથી પણ કમાણીનું માધ્યમ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની કંપનીઓને પોતાના મશીન અને રોબોને માણસો જેવો વ્યવહાર શીખવવા માટે અસલી દુનિયાના ડેટાની જરૂર પડે છે. આ ડેટા-કલેક્શન માટે કંપનીઓ પૈસા આપે છે. શાકભાજીવાળાએ આ જ સ્કીમમાં જોડાઈને માથે ડિવાઇસ પહેર્યું છે જે તેના અને તેની આસપાસના લોકોની બિહેવિયરનો ડેટા નોંધીને AI કંપનીઓને મોકલે છે. આ માટે તેને દર કલાકે ૩૫૦ રૂપિયા મળે છે. હવે વિચારો કે જો આ વ્યક્તિ દિવસમાં ૧૦ કલાક માટે AI ડેટા-કલેક્શનનું કામ કરે તો તેને એક દિવસમાં ૩૫૦૦ રૂપિયા અને મહિનામાં લાખ રૂપિયા તો એમ જ મળી જાય.

bengaluru ai artificial intelligence offbeat news national news news