બિહારમાં વાળ કાપતી ચોરોની ગૅન્ગ ઘરમાં ઘૂસીને બહેન-દીકરીઓના વાળ કાપીને ભાગી જાય છે

20 July, 2026 03:09 PM IST  |  Darbhanga | Gujarati Mid-day Correspondent

બિહારના દરભંગા જિલ્લાનાં ચાર-પાંચ ગામોમાં લોકોની ઊંઘ ઊડી ગઈ છે. અહીં ગામોમાં ચોરોની ટોળકી ચોરી અને લૂંટફાટ કરવા માટે થઈને ઘરોમાં ઘૂસે છે. તેઓ ઘરમાંથી કીમતી ચીજો કે રોકડ ઉઠાવી લે છે અને પછી ઘરની મહિલા કે છોકરીઓના વાળ કાતરથી કાપીને ફરાર થઈ જાય છે.

બિહારમાં વાળ કાપતી ચોરોની ગૅન્ગ ઘરમાં ઘૂસીને બહેનોના વાળ કાપીને ભાગી જાય છે

બિહારના દરભંગા જિલ્લાનાં ચાર-પાંચ ગામોમાં લોકોની ઊંઘ ઊડી ગઈ છે. અહીં ગામોમાં ચોરોની ટોળકી ચોરી અને લૂંટફાટ કરવા માટે થઈને ઘરોમાં ઘૂસે છે. તેઓ ઘરમાંથી કીમતી ચીજો કે રોકડ ઉઠાવી લે છે અને પછી ઘરની મહિલા કે છોકરીઓના વાળ કાતરથી કાપીને ફરાર થઈ જાય છે. છેલ્લા ૮ દિવસમાં ચારેક ઘટનાઓ બનતાં ગામોમાં લોકો સતર્ક થઈ ગયા છે. ચોરો લૂંટ તો મચાવે જ છે, પણ ઘરની મહિલાઓના વાળ પણ કાપી જાય છે. આ અજીબ હરકતને કારણે લોકોમાં ભય વધ્યો છે. ડરહાર ગામના એક ડૉક્ટરે તો આ બાબતે પોલીસમાં ફરિયાદ પણ લખાવી છે. ડૉ. પવનકુમાર મિત્રાના ઘરમાં અગાસીના રસ્તેથી પાંચ બદમાશો ઘૂસ્યા હતા. બાવીસ વર્ષની પુત્રવધૂ કરિશ્મા જ એ વખતે ઘરમાં હતી. બદમાશોએ ટીવીનો અવાજ મોટો કરીને કરિશ્મા સાથે પહેલાં મારપીટ કરી અને પછી બાંધી દીધી. તેને ઘેનનું ઇન્જેક્શન આપીને તેમણે તિજોરી તોડી અને રોકડ તેમ જ દાગીના ચોરી લીધા હતા. છેલ્લે ઘરમાંથી જતાં પહેલાં તેમણે કરિશ્માના વાળ કાતરથી કતરી નાખ્યા હતા. બીજા પરિવારજનો ઘરે આવ્યા ત્યારે વહુની હાલત જોઈને ચોંકી ગયા હતા.

bihar Crime News news offbeat news national news