29 April, 2026 03:03 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારના ભોજપુર જિલ્લાના શાહપુરમાં શુક્રવારે રોડ પર એક સરઘસ જેવું નીકળી રહ્યું હતું. પહેલી નજરે જાણે કોઈકની જાન કે વરઘોડો નીકળ્યો હોય એવો માહોલ હતો. DJનું મ્યુઝિક વાગતું હતું અને ડાન્સરો પાર્ટી-સૉન્ગ્સ પર ડાન્સ કરી રહ્યા હતા. શણગારેલી કારોનો કાફલો પણ ધીમે-ધીમે ચાલી રહ્યો હતો. કોઈ પણ વ્યક્તિ આને કોઈ વરઘોડો જ સમજી લે, પણ છેક છેલ્લે કેટલાક લોકો ખભા પર ઠાઠડી લઈને જઈ રહ્યા હતા. આ ૯૫ વર્ષનાં દાદીની અંતિમયાત્રા હતી. પૌત્રોએ લીલી વાડી મૂકીને ગયેલાં દાદીની અંતિમ વિદાયને યાદગાર બનાવવા માટે આ માહોલ બનાવ્યો હતો.