10 January, 2026 02:10 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
રાનીકુમારી નામની મહિલાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોઈના દીકરા ભાઈ ગોવિંદ સાથે પ્રેમ થઈ ગયો હતો
બિહારના વૈશાલી શહેરમાં રાનીકુમારી નામની મહિલાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોઈના દીકરા ભાઈ ગોવિંદ સાથે પ્રેમ થઈ ગયો હતો. રાનીકુમારીને ઑલરેડી ૩ સંતાનો છે. જોકે જ્યારે પતિ કુંદનકુમારને આ વિશે ખબર પડી ત્યારે તેમણે રાનીને તેની જિંદગી જીવી લેવા માટે પૂરી છૂટ આપી. એટલું જ નહીં, પત્નીને લગ્ન કરાવીને વિદાય પણ કરી હતી.
કુંદન અને રાનીનાં લગ્ન ૨૦૧૧માં થયાં હતાં. એ લગ્નથી તેમને ૩ બાળકો થયાં હતાં. રાનીને છેલ્લાં પાંચ વર્ષથી તેના ફોઈના દીકરા અને સગપણમાં દૂરના ભાઈ થતા ગોવિંદ સાથે પ્રેમ હતો. બન્ને છાનાંછપનાં મળતાં રહેતાં. સોશ્યલ મીડિયા પર તેમની વાતચીત થતી રહેતી અને તેના પ્રેમમાં રાની ઘણી વાર ઘર છોડીને નીકળી પણ ગઈ હતી. આખરે કુંદનકુમારે રોજરોજના ડ્રામાનો અંત લાવવા માટે રાનીને કાયદેસર રીતે ગોવિંદ સાથે પરણાવી દીધી. તે ખુદ રાનીનાં લગ્નમાં સાક્ષી બન્યો. હવે ત્રણેય સંતાનોનો ઉછેર કુંદન એકલા હાથે કરશે. કુંદનનું કહેવું છે કે રાની મને સાફ કહી ચૂકી હતી કે તે મારી સાથે રહેવા નથી માગતી, એવામાં તેને આઝાદ કરીને મનગમતું જીવન જીવવા દેવામાં જ ભલાઈ હતી.’