01 August, 2026 01:25 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
કૉક્રૉચ કૅફે
આજકાલ કૉક્રૉચ અને કૉક્રૉચ જનતા પાર્ટી એટલાં વાઇરલ છે કે બિહારમાં એક કૅફે જ કૉક્રૉચના નામે ખૂલી ગયું. મુંબઈમાં તો આજકાલ રેસ્ટોરાંમાં એક-બે કૉક્રોચ પણ દેખાય તોય ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તવાઈ આવી જાય છે, પણ બિહારમાં તો હિલસા બાયપાસ પાસે કૉક્રોચ નામનું કૅફે જ ખૂલી ગયું છે.
કૅફેની અંદર બ્લૅક કલરની થીમ છે. ટિનની છત પર પીળી લટકતી લાઇટો અને દિવાલ પર નકલી વેલ અને ફૂલની સજાવટ છે. બેસવા માટે કાળાં સોફા અને લાલ ગાદી અને કાચનું ટેબલ છે. દીવાલો પર નાના પ્લાન્ટ્સ ગોઠવીને માહોલને ફ્રેશ બનાવવાની કોશિશ થઈ છે અંદર કશું જ કૉક્રોચ સાથે મૅચ થાય એવું નથી તો પછી નામ કેમ કૉક્રોચ કૅફે?
આ માટે કૅફેનો માલિક કહે છે, ‘આજકાલ યુવાનોને અલગ ચીજો પસંદ આવે છે. રૉયલ કૅફે નામના ૧૦૦ કૅફે તમને મળી જશે, પણ કૉક્રૉચ કૅફે એક જ છે. હું ઇચ્છું છું કે લોકો હસે અને નામ જોઈને આકર્ષાય. નામથી લોકો પહેલી વાર આવશે એ પછી ફૂડ તેમને જરૂર પસંદ આવશે. અમે અહીં સફાઈનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. આ માત્ર બ્રૅન્ડ છે, કોઈ મજાક નથી. આ નામે જો પૈસા ખર્ચ્યા વિના જો પબ્લિસિટી મળી જતી હોય તો એમાં બૂરાઈ શું છે?’