નાગણની ખોજમાં નાગ આ યુવતીને છેલ્લાં ૪ વર્ષમાં ૧૩ વાર કરડ્યો

30 March, 2025 02:53 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીની પૅટર્ન મુજબ માત્ર બુધવાર અને રવિવારે જ તેને સાપ કરડ્યો છે. આ માટે તેમણે અનેક પૂજા-પાઠ કરાવ્યા, પણ કંઈ વળ્યું નથી. 

એક કાળો સાપ છેલ્લાં ૪ વર્ષથી એક યુવતીની પાછળ પડ્યો છે. અત્યાર સુધીમાં તે યુવતીને ૧૩ વાર કરડ્યો છે.

ઉત્તર પ્રદેશના પંચમપુરા ગામથી એક અજીબ અધૂરી પ્રેમકહાનીનો કિસ્સો સામે આવ્યો છે. એક કાળો સાપ છેલ્લાં ૪ વર્ષથી એક યુવતીની પાછળ પડ્યો છે. અત્યાર સુધીમાં તે યુવતીને ૧૩ વાર કરડ્યો છે. નવાઈની વાત એ છે કે હજીયે યુવતી સહીસલામત છે. વારંવાર સાપ કરડવાની આ ઘટનાને હવે લોકો નાગ-નાગણની અધૂરી કહાની સાથે સરખાવી રહ્યા છે. છેલ્લે બુધવારે ૨૦ વર્ષની રોશનીને તેરમી વાર સાપ કરડ્યો હતો. એ વખતે તે આંગણામાં કામ કરી રહી હતી. લોકોએ સાપને પકડવાની કોશિશ કરી, પણ એ ભાગી ગયો. ઘરમાં બીજાં પણ ઘણાં બાળકો અને પરિવારજનો છે, પરંતુ વારંવાર રોશનીને જ સાપ કેમ કરડી જાય છે એ સમજાતું નથી. અત્યાર સુધીની પૅટર્ન મુજબ માત્ર બુધવાર અને રવિવારે જ તેને સાપ કરડ્યો છે. આ માટે તેમણે અનેક પૂજા-પાઠ કરાવ્યા, પણ કંઈ વળ્યું નથી. 

uttar pradesh wildlife relationships national news news offbeat news social media