ટ્રેનમાં ફરીને ભીખ માગતા અંધ ભિખારીની ત્રણ રિક્ષા ચાલે છે

18 October, 2024 04:02 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

તમે ટ્રેનમાં ક્યાંક જતા હો અને કોઈ ભિખારી તમારી પાસે ભીખ માગે તો એવું નહીં સમજતા કે એ બિચારો છે. બની શકે કે એ ગરીબ અને બિચારો ન પણ હોય, કારણ કે ઘણા ભિખારી ભીખ માગી-માગીને ગાડી-બંગલાવાળા બની જતા હોય છે.

બમભોલા નામના ભિક્ષુક અંધ હોવાથી સુરદાસના નામે આળખાય છે

તમે ટ્રેનમાં ક્યાંક જતા હો અને કોઈ ભિખારી તમારી પાસે ભીખ માગે તો એવું નહીં સમજતા કે એ બિચારો છે. બની શકે કે એ ગરીબ અને બિચારો ન પણ હોય, કારણ કે ઘણા ભિખારી ભીખ માગી-માગીને ગાડી-બંગલાવાળા બની જતા હોય છે. બિહારમાં આવા જ એક ભિખારી છે. બમભોલા નામના ભિક્ષુક અંધ હોવાથી સુરદાસના નામે આળખાય છે. એ દરભંગા અને મધુબની સ્ટેશનો વચ્ચે ટ્રેનમાં ફરીફરીને ભીખ માગે છે પણ તેમની ત્રણ રિક્ષા ભાડે ફરે છે. પચીસ વર્ષ પહેલાં તેમની પાસે કાંઈ જ નહોતું ત્યારે તેમણે ભીખ માગવાનું શરૂ કર્યું હતું અને ભીખ માગીને જ ત્રણ રિક્ષા ભાડે ચલાવવા જેટલા સધ્ધર થયા છે એવું તેમનું કહેવું છે. બમભોલા તો કહે છે કે હું આજે જે કાંઈ છું એ ભીખ માગીને જ થયો છું, હું જીવીશ ત્યાં સુધી ભીખ માગીશ.

bihar national news social media offbeat news