21 February, 2025 01:54 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના ભોપાલમાં આશિષ રજક નામના યુવકનાં લગ્ન રોશની સોલંકી સાથે થયાં હતાં. લગ્ન પછી બન્ને રિસેપ્શનમાં જવા માટે બ્યુટી-પાર્લરમાં તૈયાર થવા ગયેલાં. કારની પાછળની સીટમાં પતિ-પત્ની અને આશિષની બહેન બેઠાં હતાં. પાર્લરમાંથી તૈયાર થઈને જેવાં તેઓ લગ્નના હૉલ પર પહોંચ્યાં ત્યારે એક તરફથી આશિષ કારમાંથી નીચે ઊતર્યો અને બીજી તરફથી રોશની અને તેની નણંદ ઊતર્યાં. જોકે એ જ વખતે ત્યાં એક કાર આવીને ઊભી રહી ગઈ અને આશિષની બહેનને ધક્કો મારીને નવી દુલ્હનને ઉપાડીને ફુલસ્પીડમાં જતી રહી. પહેલાં તો સૌને લાગ્યું કે નવી દુલ્હન કિડનૅપ થઈ ગઈ છે, પરંતુ થોડી વારમાં ખબર પડી કે દુલ્હન તેના બૉયફ્રેન્ડ અંકિત સાથે નાસી ગઈ છે. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે લગ્ન પછી જે કારમાં દુલ્હનને વિદાય કરવાની હતી એનું ટાયર પંક્ચર કરી દેવામાં આવ્યું હતું એટલે તેને જાનૈયાઓની બસ સાથે વિદાય કરીને લાવવી પડી હતી. એ વખતે ભાગવાનો પ્લાન સક્સેસ ન થતાં રિસેપ્શન પહેલાં આ ભાગવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.