સોનાના ભાવ વધી ગયા એટલે દુલ્હને એક પણ ઘરેણું પહેર્યા વિના કર્યાં લગ્ન

06 July, 2026 03:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જોઈને જાનૈયાઓ પણ દંગ રહી ગયા હતા

સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા હોવાથી દુલ્હને નક્કી કર્યું હતું કે તે દાગીના પર બિનજરૂરી ખર્ચ નહીં કરે

સોશ્યલ મીડિયા પર એક દુલ્હનનો શ્રૃંગાર ચર્ચામાં છે. સામાન્ય રીતે લગ્નના મંડપમાં તૈયાર થયેલી દુલ્હન સોના-ચાંદીનાં આભૂષણોથી લદાયેલી હોય. આજકાલ સોનાના ભાવ વધી ગયા હોવાથી દુલ્હનો સાચા દાગીનાને બદલે નકલી દાગીનાનો ઠાઠ કરતી હોય છે, કારણ કે દુલ્હન તો સોળે શણગાર સજેલી જ હોવી જોઈએ એવી માન્યતા છે. જોકે એક કન્યાએ પોતાનાં લગ્નના દરેક ફંક્શનમાં એક પણ ઘરેલું પહેર્યું નહોતું. અસલી કે નકલી કોઈ જ નહીં. સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા હોવાથી દુલ્હને નક્કી કર્યું હતું કે તે દાગીના પર બિનજરૂરી ખર્ચ નહીં કરે. તેણે પોતાનાં જ લગ્નમાં શરીર પર એક પણ ઘરેણું ન પહેરવાનું નક્કી કર્યું હતું. એ જોઈને જાનૈયાઓ પણ દંગ રહી ગયા હતા. જોકે સાદી-સિમ્પલ હેરસ્ટાઇલ અને રૉયલ કપડાંમાં સજ્જ દુલ્હને પોતાના સ્માઇલને જ પોતાનું ઘરેણું બનાવીને મહેમાનોનાં દિલ જીતી લીધાં હતાં. 

gold silver price offbeat news viral videos national news news