સૂર્યનો પ્રકાશ ત્વચા પર પડવા જ નહોતી દેતી તે મહિલાનું પડખું ફેરવવા જતાં હાડકું ભાંગી ગયું

25 May, 2025 12:11 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ત્વચાને ઊજળી રાખવા માટે તે ત્વચા પર ભરપૂર સન પ્રોટેક્શન લોશન લગાવી આખી બાંય અને મોં ઢંકાય એવાં કપડાં પહેરીને જ બહાર નીકળતી

ચીનની ૪૮ વર્ષની ચેન્ગુડુ પ્રાંતની એક મહિલા

સૂર્યનો પ્રકાશ અને એમાંથી શરીરને મળતું વિટામિન ‘ડી’ કેટલું મહત્ત્વનું છે એ ચીનની ૪૮ વર્ષની ચેન્ગુડુ પ્રાંતની એક મહિલાના કેસ પરથી સમજવા જેવું છે. આ મહિલાને સૂર્યના પ્રકાશને કારણે ત્વચા કાળી પડી જાય એ જરાય ગમતું નહોતું. તે નાની હતી ત્યારથી જ તડકો અવૉઇડ કરતી. બાળપણમાં પણ તે તડકામાં રમવા નહોતી જતી. ત્વચાને ઊજળી રાખવા માટે તે ત્વચા પર ભરપૂર સન પ્રોટેક્શન લોશન લગાવી આખી બાંય અને મોં ઢંકાય એવાં કપડાં પહેરીને જ બહાર નીકળતી. આ લાઇફસ્ટાઇલને કારણે તેની ત્વચા તો ફેર રહી, પરંતુ શરીર નબળું પડતું ગયું. એની ખબર તેને યુવાનીમાં ન પડી, પણ તેને ઑસ્ટિઓપોરોસિસ ક્યારે થઈ ગયો એનીયે ખબર ન પડી. એક દિવસ રાતે ઊંઘમાં જ તે પડખું ફેરવવા જઈ રહી હતી ત્યારે તેના થાપામાં ફ્રૅક્ચર થઈ ગયું હતું.

china skin care international news news world news health tips mental health offbeat news