વડા પ્રધાનની અપીલને માન આપીને કૉન્સ્ટેબલ બળદગાડાંમાં જાન લઈને પરણવા ઊપડ્યો

16 May, 2026 01:21 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

કુબેર દેહરી નામના કૉન્સ્ટેબલનાં લગ્ન ૧૨ મેએ થયાં હતાં

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં એક પોલીસ-કૉન્સ્ટેબલે નરેન્દ્ર મોદીની ફ્યુઅલ બચાવવાની અને કરકસર કરવાની અપીલથી પ્રેરિત થઈને પોતાનાં લગ્નને ખાસ બનાવી દીધાં. કુબેર દેહરી નામના કૉન્સ્ટેબલનાં લગ્ન ૧૨ મેએ થયાં હતાં. તેની દુલ્હનનું ગામ તેના ગામથી ૩ કિલોમીટર દૂર હતું. પહેલાં આ માટે લક્ઝરી બસ અને કારની વ્યવસ્થા કરવાનું પ્લાનિંગ હતું, પરંતુ નરેન્દ્ર મોદીની અપીલ પછી કુબેરભાઈએ નિર્ણય બદલી નાખ્યો. તેણે પરંપરાગત વાહનોની જગ્યાએ બળદગાડાંનો ઉપયોગ કર્યો અને જાન લઈને દુલ્હનના ગામમાં પહોંચ્યા હતા. ગામના જે પણ લોકો તેમની સાથે જોડાયા હતા તેઓ પણ બળદગાડાંમાં જ જોડાયા હતા. બળદગાડાંઓમાં નીકળેલી આ જાનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. લોકો એને જૂની પરંપરા અને સંસ્કૃતિથી જોડાયેલું પગલું માને છે. 

chhattisgarh viral videos offbeat news national news news