બ્રિજ તૂટી ગયો અને ડ્રાઇવર સહિત ટ્રક હવામાં લટકી ગઈ

27 June, 2025 05:17 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

જ્યાં સુધી ફાયર-બ્રિગેડની ટીમ ત્યાં પહોંચે ત્યાં સુધી ટ્રક-ડ્રાઇવર એ લટકતા બ્રિજ પર ફસાઈ ગયો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી ચીનના હોઉઝી બ્રિજનો એક ભાગ અચાનક જ તૂટી ગયો. એ વખતે બ્રિજ પર એક જ હેવી ટ્રેલર હતું. એ ટ્રકનો આગળનો ભાગ બ્રિજ પર લટકી પડ્યો હતો અને ડ્રાઇવર એની અંદર જ ફસાઈ ગયો હતો. જ્યાં સુધી ફાયર-બ્રિગેડની ટીમ ત્યાં પહોંચે ત્યાં સુધી ટ્રક-ડ્રાઇવર એ લટકતા બ્રિજ પર ફસાઈ ગયો હતો. જોકે થોડી જ વારમાં ફાયર-ફાઇટર્સની ટીમે ટ્રકની પાછળથી લટકવા માટે એક સીડી મૂકીને ડ્રાઇવરને એના દ્વારા બચાવી લીધો હતો. જમીન પર આવ્યા પછી ટ્રક-ડ્રાઇવરના જીવમાં જીવ આવ્યો હતો. આ ઘટનાનું વર્ણન કરતાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ટ્રક ખૂબ સ્લો ચાલી રહી હતી. એમાં વળી મને રોડ હલતો હોય એવું અનુભવાતાં મેં અચાનક જ બ્રેક મારી દીધી. જોકે એ પછી અચાનક મારી આગળનો રસ્તો જ ગાયબ થઈ ગયો. બ્રિજ આખો પડી જતાં ટ્રકનાં આગળનાં પૈડાં હવામાં રહી ગયાં હતાં અને પાછળના વજનને કારણે એ હવામાં લટકી રહી હતી.’ મોતને નજર સામે જોઈ આવ્યા પછી પણ ડ્રાઇવર બચી ગયો હતો એ જ સારા સમાચાર હતા. પ્રકૃતિની તાકાતને કદી હળવાશથી ન લેવી જોઈએ એ વાત આવી દુર્ઘટનાઓ ફરી-ફરીને યાદ અપાવે છે.

china offbeat news viral videos international news news