ચાલુ ક્લાસે ચોરીછૂપી ખાવાની ચીનમાં અસલ કૉમ્પિટિશન શરૂ થઈ

25 May, 2026 09:48 AM IST  |  Ningbo | Gujarati Mid-day Correspondent

એમાં લગભગ ૨૦૦૦ લોકોએ ભાગ લીધો હતો

એક શૉપિંગ મૉલમાં આ સ્પર્ધા યોજાયેલી

બાળપણમાં ચાલુ ક્લાસે ચોરીછૂપી કંઈક ને કંઈક ખાવાની મજા લગભગ દરેક બાળકે ક્યારેક લીધી હશે. જોકે ટીચરને ખબર ન પડે એ રીતે નજર ચુરાવીને ખાવાની આ કળાની ચીનમાં એક કૉમ્પિટિશન થઈ રહી છે. ચીનમાં થોડા સમય પહેલાં સૌપ્રથમ ચૂપચાપ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. એમાં લગભગ ૨૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. એક શૉપિંગ મૉલમાં આ સ્પર્ધા યોજાયેલી. એમાં સ્કૂલ જેવી જ ડેસ્ક મૂકવામાં આવી હતી. એની સામે બ્લૅક બોર્ડ હતું. એ ક્લાસમાં સતત ટીચર્સ અહીંતહીં ફરતા રહે છે. આ સ્પર્ધાનો નિયમ હતો કે ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે. એ દરમ્યાન તેમણે રાઇસ કે દલિયાનો આખો બાઉલ ટીચરની નજરમાં આવ્યા વિના ખાઈ જવાનો. સ્પર્ધકો એ માટે ટેક્સ્ટ-બુકની આડશ લઈ શકે છે. આ સ્પર્ધામાં સ્કૂલોનાં બાળકોથી લઈને રિટાયર્ડ લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિનર બન્યો હતો ૩૦ વર્ષનો એક માણસ. તેણે ઑર્ગેનાઇઝર્સ અને ટીચરથી નજર ચુરાવીને સૌથી વધુ ખાવાનું ખાધું હતું અને એક ગ્રામ સોનાનું ઇનામ જીતી લીધું હતું.

china Education offbeat news international news world news news