22 November, 2025 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બરફના ખાટુ શ્યામજી
મંજુ આર્ટ નામના અકાઉન્ટ પરથી સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર થયો છે જેમાં ખાટુ શામજીની અનોખી મૂર્તિ બનાવવામાં આવી છે. અલગ-અલગ ત્રણ આકારના બરફના મૉલ્ડને એકબીજા પર ગોઠવી એના પર જ્વેલરી અને નકલી મૂછો પહેરાવીને અદ્દલ ખાટુ શામજીની મૂર્તિ ક્રીએટ કરવાનો સરસ પ્રયાસ થયો છે.