દિલ્હીની લાજપત માર્કેટમાં સામાન ઉપાડવા માટે કૅરીમૅન મળશે, ૧ કલાકના ૧૪૯ રૂપિયા

25 May, 2026 10:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ યુવાનો મહિલા જ્યાં જાય ત્યાં તેનો સામાન સાથે લઈને ફરે છે

તેમના ટી-શર્ટ પર ‘કૅરીમૅન’ લખેલું હોય છે

મહિલાઓને શૉપિંગ બહુ ગમતું હોય છે એ તો હવે બ્રહ્મસત્ય છે. તેઓ હંમેશાં પતિને સામાન ઊંચકવા માટે જ સાથે રાખતી હોય છે. જોકે યુવાનોનું એક સ્ટાર્ટઅપ આ જરૂરિયાત પણ મિટાવી દે એવું લાગે છે. દિલ્હીની લાજપત માર્કેટમાં એક અનયુઝ્અલ સર્વિસ શરૂ થઈ છે જે યુવાનો પ્રોવાઇડ કરે છે. આ યુવાનો મહિલા જ્યાં જાય ત્યાં તેનો સામાન સાથે લઈને ફરે છે. તેમના ટી-શર્ટ પર ‘કૅરીમૅન’ લખેલું હોય છે. તેઓ આ માર્કેટના ભોમિયા પણ છે એટલે મહિલાને જરૂરી શૉપિંગ માટે ગાઇડ પણ કરે છે. આ માટે તેઓ એક કલાકના ૧૪૯ રૂપિયા ચાર્જ કરે છે. આ માણસ તમારા વતી સામાન ઉપાડશે, ફૂડ-કોર્ટની લાઇનમાં ઊભા રહીને નંબર લગાવશે, માર્કેટમાંથી સામાન ઉપાડીને તમારી સાથે મેટ્રો સ્ટેશનમાં પણ આવશે, તમને બેસવા માટેની સીટ શોધી આપશે અને જો સીટ નહીં મળે તો ફોલ્ડિંગ ચૅરની વ્યવસ્થા પણ કરી આપશે.

સોશ્યલ મીડિયા પર આ સ્ટાર્ટઅપ વિશેની વિગતો વાઇરલ થઈ છે. એમાં સ્કીમ પણ છે. જે લોકો લાંબા કલાકો શૉપિંગના શોખીન હોય તેમના માટે બે કલાક, ૩ કલાક અને ૪ કલાકની ડિસ્કાઉન્ટ સ્કીમ પણ છે. આ પ્રયોગ દિલ્હીની લાજપત માર્કેટમાં જ અત્યારે ઉપલબ્ધ છે. કેટલાક લોકોને નવાઈ લાગે છે કે એકદમ નવતર લાગતો આ પ્રયોગ ખરેખર સ્ટાર્ટઅપ તરીકે ક્વૉલિફાય થશે કે મિલ્યન ડૉલર આઇડિયા સાબિત થઈ શકે એવો છે કે નહીં?

new delhi fashion offbeat news national news news