આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી મોના લિસાને ભારતીય બનાવી દીધી દિલ્હીની વિદ્યાર્થિનીએ

03 December, 2024 03:20 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ કરી નાખે તો નવાઈ નહીં. કારણ કે AIની મદદથી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની રાશિ પાંડેએ મોના લિસાને ભારતીય બનાવી દીધી છે

લિયોનાર્ડો દ વિન્ચીએ બનાવેલું મોના લિસાનું ચિત્ર આજે પણ લોકોને આકર્ષી રહ્યું છે

આવનારા સમયમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ કરી નાખે તો નવાઈ નહીં. કારણ કે AIની મદદથી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની રાશિ પાંડેએ મોના લિસાને ભારતીય બનાવી દીધી છે. લિયોનાર્ડો દ વિન્ચીએ બનાવેલું મોના લિસાનું ચિત્ર આજે પણ લોકોને આકર્ષી રહ્યું છે ત્યારે રાશિએ વિન્ચીની મોના લિસાને ભારતીય પોશાક પહેરાવ્યો છે. એ તો ઠીક; તેના કપાળે ચાંદલો, કાનમાં ઇઅર-રિંગ અને ગળામાં હાર પણ પહેરાવ્યો છે. AI સર્જિત આ ચિત્ર રાશિ પાંડેએ સોશ્યલ મીડિયા પર મૂક્યું છે અને એના નામકરણ માટેઢ સૂચનો માગ્યાં છે.  કેટલાક લોકોએ ‘શોના લિસા’, ‘મોનાતાઈ’ અને ‘લિસાબહેન’ જેવાં નામ આપ્યાં છે.

ai artificial intelligence mona lisa new delhi national news news offbeat news