09 June, 2026 12:23 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઉત્તરાખંડ પોલીસે જળ સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વાંદરાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. વિડિયોમાં વાંદરો એક નળમાંથી પાણી પી રહ્યો છે. પાણી પીધા પછી મન્કી આજુબાજુમાં જુએ છે અને પછી નળ બંધ પણ કરી દે છે. પોલીસે કૅપ્શનમાં લખ્યું છે, ‘નળ બંધ કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે. જો પ્રાણીઓ પણ આ સમજી શકતા હોય તો આપણામાં તો જાગૃતિ હોવી જ જોઈએ.’