29 October, 2024 03:42 PM IST | Florida | Gujarati Mid-day Correspondent
સારા બૂન અને તેના પ્રેમી જ્યૉર્જ ટોરેસે
ફ્લૉરિડામાં રહેતી સારા બૂન અને તેના પ્રેમી જ્યૉર્જ ટોરેસે ૨૦૨૦ની ૨૩ ફેબ્રુઆરીએ ઘરમાં બેસીને દારૂ પીધો પછી થોડી મોજ-મસ્તી કરવા માટે સંતાકૂકડી રમવાનું નક્કી કર્યું. એટલે સારાએ પ્રેમીને સૂટકેસમાં પૂરી દીધો. તેને એવું લાગ્યું કે જ્યૉર્જને આ રીતે સંતાવામાં મજા પડશે. થોડી વાર પછી દારૂના નશાને કારણે સારાને ઘેન ચડ્યું અને જ્યૉર્જ જાતે જ સૂટકેસમાંથી બહાર આવી જશે એવું વિચારીને તે સૂઈ ગઈ. સવાર પડી ત્યારે જ્યૉર્જ ક્યાંય નહોતો. આખા ઘરમાં શોધ્યો, પણ ન મળ્યો. પછી તરત સારાને યાદ આવ્યું કે તેને તો રાતે સૂટકેસમાં સંતાડી દીધો હતો. તેણે સૂટકેસ ખોલીને જોયું તો એમાંથી જ્યૉર્જનો મૃતદેહ મળ્યો. એ પછી પોલીસે હત્યાના કેસમાં સારાની ધરપકડ કરી. ૪ વર્ષ સુધી કેસ ચાલ્યો. શુક્રવારે ૯૦ મિનિટ સુધી ચર્ચા કર્યા પછી કોર્ટે સારા બૂનને દોષી ઠરાવી છે.