01 September, 2025 08:44 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
ગોલ્ડન મોદક
ચોતરફ ગણેશોત્સવની ધૂમ છે અને લંબોદરને પ્રિય મોદક અને લાડુની જાતજાતની વરાઇટીઓ માર્કેટમાં મળી રહી છે ત્યારે નાશિકની મીઠાઈની એક દુકાનમાં ગોલ્ડન મોદક વેચાઈ રહ્યા છે. એની કિંમતને કારણે સોશ્યલ મીડિયામાં એ વાઇરલ થઈ રહ્યા છે. આ મોદક ૨૦,૦૦૦ રૂપિયે કિલો છે. આ મોદક ટ્રેડિશનલ હોવા ઉપરાંત એની સજાવટ ખાઈ શકાય એવા ગોલ્ડથી કરવામાં આવી છે જેને કારણે એ હાઈ-એન્ડ સ્વીટ બની ગઈ છે.