16 May, 2026 01:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જેમ જેન-ઝીના રિલેશનશિપ માટેના ફન્ડા અટપટા અને જાતજાતનાં નામોવાળા હોય છે એમ હવે ડેટિંગ માટેના ફન્ડા પણ યુનિક હોય છે. આજકાલ જેન-ઝી પેઢીમાં ડેટિંગનો અજીબ ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. હવે યુવાનો કૅફેના કોઝી વાતાવરણમાં કે મૉલના પૉશ વિસ્તારમાં હળવા-મળવાને બદલે કબ્રસ્તાનોમાં ડેટ માટે જવાનું પસંદ કરે છે. યુવાનોનું માનવું છે કે કૅફે અને પબ્લિક સ્થળો પર ખૂબ અવાજ, ફોન અને સોશ્યલ મીડિયા પર વધુ ધ્યાન રહે છે. એને કારણે અંગત વાતચીતમાં ડિસ્ટર્બન્સ આવે છે. કબ્રસ્તાન શાંત હોય છે અને અહીં લોકો કોઈ રોકટોક વિના ખૂલીને શાંતિથી વાતચીત કરી શકે છે. અહીં તેમને જેન્યુઇન કનેક્શન ફીલ થાય છે. શહેરોમાં હવે પ્રાઇવસી મળે એવી જગ્યાઓ જ બચી નથી. એવામાં ભીડભાડ ઓછી હોય અને લોકોની નજરોથી દૂર શાંતિથી એકમેકને મળી શકાય એવી જગ્યા તરીકે કબ્રસ્તાન હવે ફેવરિટ બની રહ્યાં છે. f