એક મોપેડ પર ૩ ફ્રિજ

28 June, 2025 04:05 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ભાઈસાહેબે દોરી વડે સામાન બરાબર ટાઇટ બાંધ્યો છે એટલે રાઇટ-લેફ્ટ લેતી વખતે પણ બાઇકર જરાય અચકાતો નથી. હા, તેની આજુબાજુમાં ડ્રાઇવ કરી રહેલા વાહનચાલકો બાઇકથી અંતર રાખીને જઈ રહ્યા છે.

એક મોપેડ પર ૩ ફ્રિજ

ટૂ-વ્હીલર પર તમે કેટલો સામાન લાદી શકો? એક-બે બૉક્સ કે પછી દસ-બાર થેલીઓ? ના, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક બાઇકસવારને પૂછો તો તે કંઈ પણ લઈ જઈ શકે એમ છે. થોડા દિવસ પહેલાં એક ભાઈ ટૂ-વ્હીલરને જ પિક-અપ વૅન બનાવીને રસ્તા પર પૂરપાટ મોપેડ ભગાવતા જતા જોવા મળ્યા હતા. રાતનો સમય હતો અને બાઇકની પાછળની સીટ પર ત્રણ અલગ-અલગ સાઇઝનાં ફ્રિજ એકની ઉપર એક મૂકીને બાંધેલાં હતાં. સંતુલન જળવાય એ માટે નીચે સૌથી મોટું, એની ઉપર મીડિયમ સાઇઝનું અને સૌથી ઉપર સ્મૉલ સાઇઝનું ફ્રિજ મૂકેલું છે. એને પકડવા માટે કોઈ માણસની પણ તેને જરૂર નથી પડી. ભાઈસાહેબે દોરી વડે સામાન બરાબર ટાઇટ બાંધ્યો છે એટલે રાઇટ-લેફ્ટ લેતી વખતે પણ બાઇકર જરાય અચકાતો નથી. હા, તેની આજુબાજુમાં ડ્રાઇવ કરી રહેલા વાહનચાલકો બાઇકથી અંતર રાખીને જઈ રહ્યા છે. આ નજારાને પાસેથી પસાર થતા કોઈ વાહનચાલકે જ કૅમેરામાં કેદ કર્યો છે.

uttar pradesh national news news viral videos social media offbeat news