લગ્નના દિવસે જ અકસ્માતમાં ઘાયલ થયેલી દુલ્હન સાથે દુલ્હાએ ICUમાં લગ્ન કર્યાં

16 May, 2026 01:17 PM IST  |  Gorakhpur | Gujarati Mid-day Correspondent

લગ્નના દિવસે સવારે દુલ્હન LLBનું પેપર આપીને પાછી ઘરે આવી રહી હતી ત્યારે તેનો અકસ્માત થયો હતો

લગ્નના દિવસે જ અકસ્માત થવાને કારણે એક દુલ્હન હૉસ્પિટલના ICUમાં પહોંચી ગઈ હતી

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પ્રેમ અને અતૂટ વચનની મિસાલ કાયમ કરતી એક ઘટના બની. લગ્નના દિવસે જ અકસ્માત થવાને કારણે એક દુલ્હન હૉસ્પિટલના ICUમાં પહોંચી ગઈ હતી. જોકે દુલ્હાએ હૉસ્પિટલમાં પણ થનારી પત્નીનો સાથ છોડ્યો નહીં. લગ્નના દિવસે સવારે દુલ્હન LLBનું પેપર આપીને પાછી ઘરે આવી રહી હતી ત્યારે તેનો અકસ્માત થયો હતો. દુલ્હન ઘાયલ થતાં વરરાજાની જાનમાં આવેલા લોકો પણ હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચી ગયા હતા. જ્યારે ડૉક્ટરોએ કહ્યું કે હવે દરદી આઉટ ઑફ ડેન્જર છે ત્યારે દુલ્હાએ ત્યાં જ નક્કી કરેલા મુહૂર્તમાં કન્યાની માંગમાં સિંદૂર ભરીને લગ્ન કર્યાં હતાં. 

uttar pradesh gorakhpur national news news offbeat news