નરેન્દ્ર મોદીની કરકસરની અપીલ પછી દુલ્હનને બાઇક પર વિદાય કરીને લઈ ગયો દુલ્હો

18 May, 2026 12:14 PM IST  |  Jodhpur | Gujarati Mid-day Correspondent

પેટ્રોલ-પમ્પવાળાએ પૂછ્યું ત્યારે ખબર પડી કે દુલ્હો લગ્ન કરીને દુલ્હનને પહેલી વાર સાસરે લઈ જઈ રહ્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ફ્યુઅલની બચત કરવાની નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં રાખીને લોકો બને એટલું ઓછું ફ્યુઅલ વાપરવાની કોશિશ કરે છે. એવામાં જોધપુરમાં લગ્ન પછી નવવિવાહિત યુગલની વિદાઈ લક્ઝરી કારને બદલે સાધારણ બાઇક પર કરવામાં આવી હતી. આ યુગલ પરણ્યા પછી બાઇક પર બેસીને ઘરે જઈ રહ્યું હતું ત્યારે વચ્ચે દુલ્હા-દુલ્હનના કૉસ્ચ્યુમમાં જ પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ-પમ્પ પર ગયું હતું. એ જોઈને લોકોની નજર તેમના પર પડી હતી. પેટ્રોલ-પમ્પવાળાએ પૂછ્યું ત્યારે ખબર પડી કે દુલ્હો લગ્ન કરીને દુલ્હનને પહેલી વાર સાસરે લઈ જઈ રહ્યો છે. સામાન્ય રીતે લગ્ન પછી યુગલ તરત મંદિરમાં જઈને પગે લાગે છે, પણ તેમણે ફ્યુઅલ બચાવવાનો સંદેશ મળે એ માટે જ પેટ્રોલ-પમ્પ પર જવાનું પસંદ કર્યું હતું.

jodhpur crude oil narendra modi viral videos offbeat news national news news