મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવાયાં

27 July, 2024 12:10 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં મંદસૌરમાં સીઝનનો ભરપૂર વરસાદ પડી જતાં લોકોએ ખુશ થઈને ગધેડાઓને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવવાનું શરૂ કરી દીધું છે. 

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવાયાં

માન્યતાઓ અને પરંપરાઓ અતરંગી હોય છે એ કંઈ અમસ્તું જ નથી કહેવાયું. મધ્ય પ્રદેશના ગધેડાઓ આ પરંપરાને કારણે પહેલાં સજા અને હવે મજા માણી રહ્યા છે. વાત એમ છે કે વરસાદની સીઝન આવે એટલે અહીં સારા વરસાદની કામના માટે ગધેડાઓને સ્મશાનમાં લઈ જવાય છે અને ત્યાં તેમની પાસે હળ ચલાવાય છે. એ સમયે ગધેડાઓને ખૂબ મુશ્કેલી પડે છે. એ વખતે લોકો માનતા લે છે કે જો વરસાદ પૂરતો પડશે તો ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવીશું. તાજેતરમાં મંદસૌરમાં સીઝનનો ભરપૂર વરસાદ પડી જતાં લોકોએ ખુશ થઈને ગધેડાઓને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવવાનું શરૂ કરી દીધું છે.

madhya pradesh monsoon news offbeat news national news culture news