02 September, 2025 01:44 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ડૉગીનું પણ આધાર કાર્ડ નામ ટૉમી, અટક જાયસવાલ
ભારતમાં રહેતી દરેક વ્યક્તિનું આધાર કાર્ડ હોવું આવશ્યક છે. જોકે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં તો એક ડૉગીનું આધાર કાર્ડ બન્યું છે. એમાં તેના નામ અને તસવીર સાથે આધાર નંબર પણ લખેલો છે. સોશ્યલ મીડિયામાં આ ડૉગીનું આધાર કાર્ડ વાઇરલ થયું છે. જોકે એ સાચું છે કે ખોટું એ હજી સાબિત નથી થઈ શક્યું. એમાં કૂતરાનું નામ છે ટૉમી જાયસવાલ. માલિકનું નામ કૈલાશ જાયસવાલ છે અને જન્મતિથિ છે ૨૦ ડિસેમ્બર, ૨૦૧૦. એમાં ઍડ્રેસ પણ લખેલું છે અને એકદમ અસલી આધાર નંબર પણ છે.