16 December, 2025 11:03 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉજ્જૈનમાં રામઘાટ પાસે આવેલી એક દરગાહમાં હનુમાન ચાલીસાનું પઠન થયું હતું. દરગાહ પર કવ્વાલીનો કાર્યક્રમ થઈ રહ્યો હતો એ પૂરો થયા પછી બધાએ ભેગા મળીને હનુમાન ચાલીસા ગાઈ હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સ્થાનિકોએ કમેન્ટમાં કહ્યું હતું કે આ કોઈ જ નવાઈની વાત નથી. આ દરગાહમાં તો લગભગ દરેક કાર્યક્રમમાં હનુમાન ચાલીસાનું પઠન થાય છે.