લેહ પાસે પહાડના શિખર પર જોવા મળી હનુમાનજીની ગદા

15 August, 2026 02:38 PM IST  |  Leh | Gujarati Mid-day Correspondent

અંકુર અને શાલિની નામના એક કપલે તાજેતરમાં ૧૪ સેકન્ડનો એક વિડિયો શૅર કર્યો છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

શહેરની જિંદગી છોડીને હિમાલયની ગોદમાં રહેવા ગયેલા અંકુર અને શાલિની નામના એક કપલે તાજેતરમાં ૧૪ સેકન્ડનો એક વિડિયો શૅર કર્યો છે. એમાં હલકા બરફથી આચ્છાદિત પહાડના શિખર પર હનુમાનજીની ગદા જોવા મળે છે. કપલે લખ્યું છે કે ‘આ ઘટના લેહ પૅલેસ જતી વખતે રસ્તામાં દેખાયેલા નજારાની છે. પહેલી વાર આ નજારો જોઈને આંખો પર વિશ્વાસ ન થયો.’ ૧૪ સેકન્ડની આ ક્લિપમાં સૂરજનાં પહેલાં કિરણો પહાડો પર પડી રહ્યાં છે ત્યારે આ દૃશ્ય રચાય છે. લેહના પૅલેસની સામે જ આ ઘટના ઘટી છે. જેમ કલાકાર પાબ્લો પિકાસો કહે છે કે તેમના ચિત્રમાં તમે જેકંઈ જોવા માગતા હો એ મળી શકે છે, આવું જ કંઈક આ પહાડો પરની ગદાનું હશેને?

himalayas viral videos offbeat news national news news leh