03 July, 2025 06:57 AM IST | France | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફ્રેન્ચ લક્ઝરી ફૅશન હાઉસ હર્મીસે જસ્ટ ફૉર ફન ઍપલના શેપની બૅગ લૉન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે ભલે ફન માટે બનાવી હોય, પરંતુ એ ફંક્શનલ અને ફૅબ્યુલસ છે. આ બૅગની સાઇઝ એક લાર્જ સાઇઝના સફરજન જેવડી જ છે. અંદરથી સ્ટીલ જેવું ફિનિશિંગ છે અને માથે સફરજનની પાંદડી જેવી ડિઝાઇન પણ છે. એમાં માત્ર એક સફરજન જ સમાઈ શકે એમ છે, બીજું કંઈ જ નહીં. એમ છતાં આ બૅગની કિંમત મોં ફાડી નાખે એવી છે. ૩૨,૦૦૦ રૂપિયાની આવી બૅગ કોણ ખરીદશે?