મહિલાએ DJએ ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ પૅરાગ્લાઇડિંગ કરતી વખતે આકાશમાં સંગીત વગાડ્યું

30 August, 2025 04:08 PM IST  |  Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

DJ TRYPS નામની આ મહિલાએ સોશ્યલ મીડિયામાં આ ઘટનાનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘હા, મેં કરી બતાવ્યું. દુનિયાની પહેલી પૅરાગ્લાઇડિંગ મહિલા DJ.’

મહિલાએ DJએ ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ પૅરાગ્લાઇડિંગ કરતી વખતે આકાશમાં સંગીત વગાડ્યું

‌હિમાચલ પ્રદેશના બિરમાં ૧૦,૦૦૦ ફુટ ઊંચે પૅરાગ્લાઇડિંગ દરમ્યાન એક ભારતીય મહિલા DJએ લાઇવ પર્ફોર્મન્સ આપ્યો હતો. તેણે મ્યુઝિક મિક્સિંગ માટેનું મશીન પોતાના શરીર સાથે મજબૂતીથી બાંધી દીધું હતું અને પછી જ્યારે હવામાં ગ્લાઇડ થઈ રહી હતી ત્યારે તેણે પોતાના આગવા ટ્રૅક્સ વગાડ્યા હતા. DJ TRYPS નામની આ મહિલાએ સોશ્યલ મીડિયામાં આ ઘટનાનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘હા, મેં કરી બતાવ્યું. દુનિયાની પહેલી પૅરાગ્લાઇડિંગ મહિલા DJ.’

હિમાચલ પ્રદેશના ખૂબસૂરત પહાડોની વચ્ચે ખૂબ આત્મવિશ્વાસ સાથે હવામાં ઊંચાઈ પર ટ્રૅક મિક્સિંગ કરતી કન્યાને જોઈને કેટલાક લોકોએ તેના સાહસિક પર્ફોર્મન્સને પ્રેરણાદાયી બતાવ્યો તો કેટલાકે કહ્યું કે ૧૫ સેકન્ડની રોમાંચક રીલ માટે જાનને જોખમમાં મૂકવાનો આ નવો રસ્તો છે.

himachal pradesh news social media viral videos national news offbeat news