રીલ બનાવવા માટે દોડતી ટ્રેનની નીચે સૂઈ ગયો, જોખમી સ્ટન્ટ માટે જેલમાં જવું પડ્યું

10 April, 2025 06:59 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

રીલ વાઇરલ થતાં પોલીસે તેને પકડી લીધો છે. હવે તેના સ્માર્ટફોનની તપાસ થઈ રહી છે અને ફૉરેન્સિક તપાસમાં ખબર પડશે કે ખરેખર આ વિડિયો એડિટ કરીને બનાવાયો છે કે કેમ?

તાજેતરમાં જે રીલ બનાવી છે એમાં ભાઈસાહેબ પોતે ટ્રૅકની વચ્ચોવચ સૂઈ જાય છે અને મોબાઇલ હાથમાં પકડીને ઉપરની તરફ કૅમેરા ખોલી દે છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ઇન્સ્ટાગ્રામરે રીલ બનાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. તેના અકાઉન્ટ પર આવી અનેક જોખમી અને જીવ અધ્ધર થઈ જાય એવી રીલ્સ જોવા મળે છે. જોકે તાજેતરમાં જે રીલ બનાવી છે એમાં ભાઈસાહેબ પોતે ટ્રૅકની વચ્ચોવચ સૂઈ જાય છે અને મોબાઇલ હાથમાં પકડીને ઉપરની તરફ કૅમેરા ખોલી દે છે. બીજી જ ક્ષણે પૂરપાટ દોડતી ટ્રેન ટ્રૅક પરથી પસાર થઈ જાય છે. આખી ટ્રેન પસાર થઈ ગયા પછી તે હસતો-હસતો ઊઠી જાય છે. આ રીલ વાઇરલ થતાં પોલીસે તેને પકડી લીધો છે. હવે તેના સ્માર્ટફોનની તપાસ થઈ રહી છે અને ફૉરેન્સિક તપાસમાં ખબર પડશે કે ખરેખર આ વિડિયો એડિટ કરીને બનાવાયો છે કે કેમ?

uttar pradesh viral videos instagram social media national news news offbeat news