ફુટબૉલના ચાહકે ૪૦૦૦થી વધુ ફુટબૉલ પ્લેયર્સનાં સ્ટિકર્સથી કાર સજાવી

22 June, 2026 03:45 PM IST  |  Dublin | Gujarati Mid-day Correspondent

આ સ્ટિકર્સ બનાવવા અને લગાવવામાં તેમને લગભગ લાખ રૂપિયાનો ખર્ચો પણ કરી નાખ્યો છે

આખો પ્રોજેક્ટ પૂરો કરવામાં ભાઈને ૪ કલાક લાગ્યા હતા

પશ્ચિમના દેશોમાં ફુટબૉલનો ક્રેઝ જબરો છે. લોકો માટે ફુટબૉલ એ ગેમ નહીં, પૅશન છે. આયરલૅન્ડના જૉન નેલિસ નામના ભાઈએ પોતાની ગાડીને પોતાના ફુટબૉલ-પ્રેમથી સજાવી દીધી છે. તેમણે ૨૦૨૬ના ઑફિશ્યલ કલેક્શનવાળા ફુટબૉલ પ્લેયર્સનાં ૪૦૦૦થી વધુ સ્ટિકર્સથી ગાડીને સજાવી છે. આખો પ્રોજેક્ટ પૂરો કરવામાં ભાઈને ૪ કલાક લાગ્યા હતા. એટલું જ નહીં, આ સ્ટિકર્સ બનાવવા અને લગાવવામાં તેમને લગભગ લાખ રૂપિયાનો ખર્ચો પણ કરી નાખ્યો છે. જોકે હવે જ્યારે આ કાર રોડ પર નીકળે છે ત્યારે તેઓ ફુટબૉલ વર્લ્ડ કપને અનોખી ટ્રિબ્યુટ આપે છે. 

football fifa world cup ireland offbeat news national news news