21 February, 2026 01:28 PM IST | Ichikawa | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
જપાનમાં ઇચિકાવા સિટી ઝૂમાં પંચ નામના એક બેબી બંદરને તેની માએ અપનાવવાનો ઇનકાર કરી દેતાં બચ્ચું સાવ એકલવાયું પડી ગયું હતું. મા વિના એકદમ ઉદાસ બેસી રહેલા બચ્ચાને જોઈને ઝૂકીપર્સને દયા આવી. તેણે બચ્ચાનું મન બહેલાવવા માટે ઉરાંગઉટાંગનું એક સૉફ્ટ ટૉય આપ્યું. પહેલાં તો પંચને એની ખાસ અસર ન થઈ, પરંતુ થોડી વાર પછી તે એના પર સૂઈ ગયું, એને ઊંચકીને આમતેમ ફરવા લાગ્યું. કદાચ સૉફ્ટ ટૉયના ચહેરાનો વાનર જેવો દેખાવ જોઈને એને પોતીકાપણું મહેસૂસ થવા લાગ્યું હતું. આ ઘટના પછી તો પંચને ખુશ કરવા માટે લોકો સૉફ્ટ ટૉય્સ ભેટ આપવા લાગ્યા. લોકો પણ એની સાથે વાતો કરવાની કોશિશ કરતા હતા એ બધાને કારણે પંચની એકલતા દૂર થઈ ગઈ. તે હવે એનાં જેવાં બીજાં વાનરબાળ સાથે હળવા-મળવા લાગ્યું છે.