બ્લુ ફ્લાવરથી બ્યુટિફુલ બની ગયું જપાન

27 April, 2026 03:01 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

મિહારાશી હિલ પર હાલમાં ૫૦ લાખથી વધુ નેમોફિલિયા ફ્લાવર્સ ખીલ્યાં છે

હાલમાં અહીં બ્લુ ફ્લાવરની સીઝન ચાલે છે

જપાનની ઇબારાકીના હિતાચી સીસાઇડ પાર્કમાં મિહારાશી હિલ પર હાલમાં ૫૦ લાખથી વધુ નેમોફિલિયા ફ્લાવર્સ ખીલ્યાં છે. હાલમાં અહીં બ્લુ ફ્લાવરની સીઝન ચાલે છે. અલબત્ત, આ સીઝન એપ્રિલના અંતથી મે મહિનાની શરૂઆતના થોડા સમય માટે જ હોય છે. આ સીઝનમાં મિહારાશી હિલના ઢોળાવો વિવિધ શેડનાં બ્લુ રંગનાં ફ્લાવર્સથી ખીલી ઊઠ્યાં છે. જૅપનીઝ ફૂડમાં પણ બ્લુ પી ફ્લાવર ખૂબ વપરાય છે. બ્લુ ફ્લાવર્સની ચાદર એટલે દૂર-દૂર સુધી ફેલાયેલી હોય છે કે જાણે આસમાનમાંથી વાદળાંઓની સાથે એ ફૂલોની ચાદર મળી જઈ રહી હોય એવું જણાય છે.

આ બ્યુટિફુલ બ્લુ ફ્લાવર્સનો નજારો જોવા ટૂરિસ્ટોની પણ ભીડ જામે છે. જૅપનીઝ ખાણી-પીણીમાં પણ બ્લુ પી ફ્લાવર્સ ખૂબ વપરાય છે. એનાથી ફૂડને નૅચરલ બ્લુ રંગ મળે છે.

japan offbeat news international news world news news