આ ભીંડા, ચૉકલેટ કે અસલી મરચું નથી; લાકડાનાં શિલ્પો છે

05 June, 2026 01:25 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

મોટા ભાગે તેઓ ખાવા-પીવાની ચીજો અને પ્રાણીઓની હૂબહૂ કોતરણીઓ કરે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

જપાનના સેઇઝી કાવાસાકી એક જાણીતા જપાની વુડ-આર્ટિસ્ટ છે. લાકડા પર કોતરણીકામ કરીને તેઓ એવી-એવી રોજિંદા જીવનમાં જોવા મળતી ચીજો બનાવે છે કે એ અસલી છે કે લાકડાની એનો ભેદ નથી થઈ શકતો. મોટા ભાગે તેઓ ખાવા-પીવાની ચીજો અને પ્રાણીઓની હૂબહૂ કોતરણીઓ કરે છે અને પછી એ લાકડાનાં શિલ્પો પર જે-તે ચીજ અસલી લાગે એ પ્રકારનું રંગરોગાન પણ કરે છે. આલૂની ચિપ્સ, માછલી, ભીંડા, ચૉકલેટ, શેકેલી બ્રેડ જેવી ચીજો જોઈને એ અસલી નથી એવું કોઈ કહે તો માન્યામાં આવે એવું નથી; પરંતુ એ ડીટેલિંગ જ સેઇઝીભાઈની ખાસિયત છે.

japan offbeat news international news world news news