✕

જપાનનું યુગલ લખનઉનાં રાધાકૃષ્ણ મંદિરમાં હિન્દુ લગ્નવિધિથી પરણ્યું

25 November, 2026 06:50 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જૅપનીઝ સિટિઝન્સ હિરો ચિહારા અને શિઝુએ સાત ફેરા લીધા હતા.

જૅપનીઝ યુગલે હિન્દુ પરંપરાથી લગ્ન કર્યાં

ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાઓનાં મૂળ માત્ર દેશની સીમા સુધી સીમિત નથી રહ્યાં, પરંતુ હજારો કિલોમીટર દૂર વિદેશમાં પણ એનું ખાસ આકર્ષણ છે. સોમવારે લખનઉમાં ભારતીય પરંપરાઓથી પ્રભાવિત થઈને એક જૅપનીઝ યુગલે હિન્દુ પરંપરાથી લગ્ન કર્યાં હતાં. શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જૅપનીઝ સિટિઝન્સ હિરો ચિહારા અને શિઝુએ સાત ફેરા લીધા હતા.

japan lucknow hinduism uttar pradesh offbeat news national news