જૅપનીઝ મહિલાએ રૂમમેટના હોઠ સોય-દોરાથી સીવી નાખ્યા

13 July, 2026 04:51 PM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

જાપાનમાં એક ચોંકાવનારી ઘટનામાં 49 વર્ષની મહિલાએ રૂમમેટના હોઠ સોય-દોરાથી સીવી નાખ્યા હોવાનો આરોપ છે. પીડિતાએ ભાગીને મેડિકલ શોપમાં મદદ માગી હતી, ત્યારબાદ પોલીસે તેને સારવાર અપાવી અને આરોપી મહિલાની ધરપકડ કરી.

જૅપનીઝ મહિલાએ રૂમમેટના હોઠ સોય-દોરાથી સીવી નાખ્યા

જપાનમાં એક જ રૂમમાં સાથે રહેતી બે મહિલાઓ વચ્ચે કોઈક વાતે મગજમારી થતાં અજીબ ઘટના બની હતી. સકુરાઈ નામની ૪૯ વર્ષની મહિલાએ તેની સાથે રહેતી ૪૨ વર્ષની રૂમમેટને ચૂપ કરવા માટે તેના હોઠ સીવી નાખ્યા હતા. યસ, સોય અને દોરો લઈને લિટરલી હોઠ સીવી નાખ્યા હતા. દોરા હોઠની સાથે મોંની અંદરથી પણ કાઢ્યા હોવાથી બહારથી ટાંકા આસાનીથી દેખાઈ નહોતા રહ્યા. ૨૯ જૂનની આ ઘટના છે. અસહ્ય પીડાને કારણે એ દિવસે તો પીડિત મહિલા ઘરમાં જ પડી રહી, પરંતુ બીજા દિવસે તેને થોડુંક સારું લાગતાં સકુરાઈની નજર ચૂકવીને તે ઘરની બહાર નીકળી ગઈ હતી. તે નજીકની મેડિકલ શૉપ પર ગઈ હતી અને કાગળ પર નોટ લખીને પોતાની સમસ્યા જણાવીને મદદ માગી હતી. તરત જ શૉપના માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં ભરતી કરી હતી. આવું તેની સાથે કોણે કર્યું એનું બયાન લઈને તેની રૂમમેટ સકુરાઈની ધરપકડ કરવામાં આવી હતી.

japan Crime News world news offbeat news news international news