લમ્બોર્ગિની બેફામ દોડાવવા બદલ કોર્ટે ઝાડુ લગાવવાની સજા સંભળાવી

15 April, 2026 11:19 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

આ ભાઈ પોતાની સામે થયેલી બેફામ ડ્રાઇવિંગની ફરિયાદ પાછી ખેંચાવી જોઈએ એવી અરજી સાથે હાઈ કોર્ટમાં પહોંચ્યા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

કોઈ બેદરકારીથી કાર ચલાવે તો તેને ટ્રાફિકનું ચલાન મળે અને જો કંઈક વધુ નુકસાન કરી બેસે તો પોલીસમાં ફરિયાદ થાય. જોકે કર્ણાટકમાં એક માણસને બેદરકારીથી લમ્બોર્ગિની ચલાવવા બદલ અનોખી સજા થઈ હતી. ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં એક માણસ બેફામ લમ્બોર્ગિની કાર હંકારતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. અલબત્ત, આ કારે કોઈને નુકસાન નહોતું કર્યું, પરંતુ જરાક ધ્યાન હટતાં કોઈક અડફેટે આવી જાય તો જાનમાલનું નુકસાન થઈ શકે એમ હતું. આ વિડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસ-સ્ટેશને જાતે સંજ્ઞાન લઈને તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. આ ભાઈએ પોલીસમાં જઈને હાજરી આપી અને પોતાની વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવાનો અનુરોધ કર્યો, પણ પોલીસ માની નહીં. આ ભાઈ પોતાની સામે થયેલી બેફામ ડ્રાઇવિંગની ફરિયાદ પાછી ખેંચાવી જોઈએ એવી અરજી સાથે હાઈ કોર્ટમાં પહોંચ્યા. જોકે હાઈ કોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ ફરિયાદ રદ કરવા માટે એક શરત મૂકી. લમ્બોર્ગિનીવાળા ભાઈને હાઈ કોર્ટના પરિસરમાં ઝાડુ મારવાની સજા સંભળાવવામાં આવી. કોર્ટનું કહેવું હતું કે નિયમ તોડનારા લોકોને તેમની જવાબદારી સમજાવવી જરૂરી છે. 

viral videos offbeat news national news news karnataka karnataka high court