30 June, 2025 01:36 PM IST | Mangalore | Gujarati Mid-day Correspondent
મૅન્ગલોરમાં દર વર્ષે એક દિવસ માટી સાથે વિતાવવાનો ઉત્સવ મનાવાય છે
મૅન્ગલોરમાં દર વર્ષે એક દિવસ માટી સાથે વિતાવવાનો ઉત્સવ મનાવાય છે. તુલુ ભાષામાં એને ‘કેસાર્ડ ઓણજી દિના’ કહેવાય છે. આ દિવસે નાનાં-મોટાં બધાં જ પાણી અને કાદવ ભરેલા ખેતરમાં બાળપણને તાજું કરે છે. કાદવમાં રેસ લાગે છે અને ગેમ્સ પણ રમાય છે. બાળપણમાં રમાતી લીંબુ ચમચી, ડિશ બૅલૅન્સ જેવી રમતો રમીને માટી સાથે જોડાવાનો આ ઉત્સવ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ બહુ મહત્ત્વ ધરાવે છે.