પ્રેમી પંખીડાંએ પહેલાં એકમેકને કિસ કરતી તસવીર ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી અને પછી...

13 April, 2026 01:49 PM IST  |  Rajgarh | Gujarati Mid-day Correspondent

પ્રેમી પંખીડાંએ પહેલાં એકમેકને કિસ કરતી તસવીર ઇન્ટાગ્રામ પર પોસ્ટ કરી અને પછી ઝાડ પર એક જ ફંદા પર લટકીને આત્મહત્યા કરી લીધી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના જંગલમાં મહુઆના વૃક્ષ પર એક ફાંસીના ફંદા પર યુવક-યુવતીનું શબ સાથે લટકતું જોવા મળ્યું હતું. તેમની ઓળખ ૨૩ વર્ષના રાકેશ તંવર અને ૨૧ વર્ષની ધાપુબાઈ તરીકે થઈ હતી. બન્ને લાંબા સમયથી પ્રેમમાં હતાં.

શનિવારે સવારે કેટલાક ગામવાળા જંગલમાં ગયા ત્યારે તેમને મહુઆના વૃક્ષ પર એકસાથે બે શબ લટકતાં જોવા મળ્યાં હતાં. રાકેશનાં પંદર દિવસ પછી લગ્ન થવાનાં હતા. જ્યારે ધાપુબાઈનાં લગ્ન બાળપણમાં જ અન્ય સાથે કરી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તેને સાસરે વળાવવાની રસમ બાકી હોવાથી તે પિયરમાં જ રહેતી હતી. રાકેશ અને ધાપુબાઈના પરિવાર વચ્ચે લાંબા સમયથી આ બાબતે બબાલ ચાલી રહી હતી.

madhya pradesh suicide offbeat news national news news