ઘરમાંથી ટીનેજરને કાઢી મૂક્યો તો તેણે ખેતરમાં અન્ડરગ્રાઉન્ડ પોતાનું ઘર બનાવી લીધું

08 August, 2026 02:43 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

ખાડામાં છત તરીકે તાડપત્રી મૂકી છે જે ઘરને વરસાદથી સેફ રાખે છે

આ ઘરમાં બેસીને અર્જુન લૅપટૉપ વાપરતો અને મોબાઇલ ફોન ચાર્જ કરતો પણ જોવા મળે છે

મધ્ય પ્રદેશના ઝાબુઆના અર્જુન નામના કન્ટેન્ટ-ક્રીએટરે ખેતરની વચ્ચે અન્ડરગ્રાઉન્ડ ઘર બનાવ્યું છે. તેણે દાવો કર્યો હતો કે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો એટલે તેણે જમીનની અંદર ૧૫ ફુટ ઊંડો ખાડો બનાવીને પોતાના માટે ત્યાં ઘર બનાવ્યું છે. એમાં એક માટીનો પલંગ છે. એના પર ગાદી અને ચાદર પાથરી છે. ખાડામાં છત તરીકે તાડપત્રી મૂકી છે જે ઘરને વરસાદથી સેફ રાખે છે. હાથથી કોતરેલી છાજલી અને એક નાનો સ્ટવ પણ તે વાપરે છે. આ ઘરમાં બેસીને અર્જુન લૅપટૉપ વાપરતો અને મોબાઇલ ફોન ચાર્જ કરતો પણ જોવા મળે છે. જોકે ઘરમાં વીજળી કેવી રીતે પહોંચે છે એનો ખુલાસો નથી થયો. 

madhya pradesh offbeat videos viral videos national news news