✕

ચીનમાં ૧૫૪ રૂપિયામાં વેચાયો 2BHK ફ્લૅટ

14 November, 2026 01:05 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ 2BHKનો ફ્લૅટ બજારકિંમત અનુસાર ૪૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૫.૫ લાખ રૂપિયાનો છે. હેગાંગ શહેર ખૂબ જ ઠંડી અને બરફવર્ષા માટે બહુ જાણીતું છે એટલે આ ઘર ખરીદનાર આ ઘરને વિન્ટર હૉલિડે હોમ તરીકે વાપરવા માગે છે.

૧૫૪માં ઘર ખરીદ્યું

ચીનમાં ડબલ ૧૧ નામના સ્પેશ્યલ સેલમાં એક યુવાને લગભગ સાડાપાંચ લાખ રૂપિયાનું ઘર માત્ર ૧૫૪ રૂપિયામાં ખરીદ્યું હતું. અલબત્ત, આ ઘર પોતાના નામે રજિસ્ટર કરાવવા માટે ટૅક્સ અને અન્ય બાકી ચાર્જિસ પેટે તેણે ૨૮,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. જોકે લાખો રૂપિયાનું ઘર માંડ દોઢસો રૂપિયામાં મળ્યું એવું બન્યું કઈ રીતે? આ અનોખું ઑક્શન ઈ-કૉમર્સ કંપની અલીબાબાના ઑનલાઇન પ્લૅટફૉર્મ અલીબાબા ઑક્શન પર થયું હતું. એમાં હેગાંગ શહેરના એક ઘરની બોલી લાગી હતી. સાતમા માળે ૭૩૫ સ્ક્વેર ફુટમાં બે બેડરૂમ, હૉલ, કિચનનું ઘર આટલું સસ્તું મળી શક્યું એ પાછળ ચીનનો પ્રખ્યાત ડબલ ૧૧ શૉપિંગ ફેસ્ટિવલ કારણભૂત છે. ઑક્શનની પ્રારંભિક કિંમત માત્ર ૧ યુઆન એટલે કે ૧૪ રૂપિયા રાખવામાં આવી હતી. એ પછી નિયમ અનુસાર માત્ર ૦.૦૧ યુઆનનો જ વધારો કરી શકાય એમ હતો અને સૌથી વધુ રકમ ૧૧ યુઆન જ લગાવી શકાય એમ હતી. ફ્લૅટ ખરીદવા માટે લગભગ ૧૬૭૭ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ પછી ઑક્શનમાં ૧૦૦૧ વાર બોલી લગાવવામાં આવી. જે વ્યક્તિએ છેલ્લી ૧૦૦૧મી બોલી લગાવી તેને આ ફ્લૅટ મળી ગયો હતો. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ 2BHKનો ફ્લૅટ બજારકિંમત અનુસાર ૪૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૫.૫ લાખ રૂપિયાનો છે. હેગાંગ શહેર ખૂબ જ ઠંડી અને બરફવર્ષા માટે બહુ જાણીતું છે એટલે આ ઘર ખરીદનાર આ ઘરને વિન્ટર હૉલિડે હોમ તરીકે વાપરવા માગે છે.

china homeland news international news offbeat news world news real estate