યુવાને પહેલાં બાઇક ઊંચકી અને પછી એ ઊંચકેલી બાઇક પર પત્નીને બેસાડી

18 June, 2026 11:28 AM IST  |  Pratapgarh | Gujarati Mid-day Correspondent

બાઇકની સીટ પર બેસીને પોતાની સાડી અને પલ્લુ સરખાં કરીને મસ્ત પોઝ આપે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક દંપતીએ કરેલો સ્ટન્ટ ચર્ચાનો વિષય બની ગયો છે. બેલ્હાદેવી મંદિર ઘાટ પર આ સ્ટન્ટ શૂટ કરવામાં આવ્યો છે. એમાં યુવક પહેલાં બાઇક ઊંચકે છે અને પછી એ ઊંચકેલી બાઇક પર સાડી પહેરેલી પત્ની ચડે છે. બાઇકની સીટ પર બેસીને પોતાની સાડી અને પલ્લુ સરખાં કરીને મસ્ત પોઝ આપે છે. આ સ્ટન્ટમાં વાઇફ અને બાઇક બન્નેનું વજન જોઈને ભલભલા લોકો દંગ રહી ગયા છે.

uttar pradesh viral videos offbeat news national news news