01 June, 2025 01:49 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
આરોપી યુવકનું નામ બિમલ મંડલ
પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પરગણામાં એક કમકમા લાવી દે એવી ઘટના બની છે. એક માણસ રોડ પર ખુલ્લેઆમ તેની ભાભીનું કપાયેલું માથું વાળથી પકડીને ચાલતો જોવા મળ્યો હતો. આ જોઈને લોકો ડરના માર્યા છળી ઊઠે છે, પણ કાતિલ માણસ આરામથી અહીંતહીં ભટકે છે. તેના એક હાથમાં તેની ભાભીનું વાઢેલું માથું વાળથી પકડેલું છે અને બીજા હાથમાં જેનાથી માથું કાપેલું એ હથિયાર ઝુલાવે છે. વચ્ચે એક મંદિર આવે છે ત્યાં તે રોકાય છે. જોકે આ દરમ્યાન કોઈકે પોલીસને ખબર કરતાં તેને પોલીસ પકડી લે છે. પોલીસ તેને પકડવા આવે છે ત્યારે તે બિન્ધાસ્ત કહે છે કે હું પોલીસ-સ્ટેશને જ આવતો હતો, મેં જ ભાભીની હત્યા કરી છે. આરોપી યુવકનું નામ બિમલ મંડલ હોવાનું જાણવા મળ્યું છે. ગઈ કાલે સવારે જ બનેલી આ ઘટનાથી આખા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી.